જન્મદિનની પ્રાર્થના
યોગેશ્વર પ્રભુને ચરણે નમીને માંગીએ આજ પ્રભાતે,
પ્રભુના મંગલ જન્મદિને પ્રાર્થના કરીએ સાથે. ... યોગેશ્વર પ્રભુને
દેવી દેવતા આવી વધાવો, સંતો ને ભક્તો પ્રેમે જગાડો ... યોગેશ્વર પ્રભુને
જીવનપુષ્પ સુગંધિત કરજો, ગંગા જેવું પાવન કરજો ... યોગેશ્વર પ્રભુને
શુભ કર્મોની શક્તિ દેજો, મનઅંતરમાં ભક્તિ દેજો ... યોગેશ્વર પ્રભુને
માના અંકે રમવા દેજો, હરિના હૈયે આસન દેજો ... યોગેશ્વર પ્રભુને
કર જોડી મા સર્વેશ્વરી યાચે, કૃપાની વર્ષા અખંડીત વરસો... યોગેશ્વર પ્રભુને
