ગંગાજીની આરતી



 ગંગાજીની આરતી


જય જય જય શ્રી ગંગા માતા, ભાગીરથી વંદુ તને.


ગંગા હે કલ્યાણ-કારિણી બ્રહ્મસ્વરૂપા હે મા !

વિષ્ણુ સ્વરૂપા હે મા ગંગા ! ભાગીરથી વંદુ તને ... જય જય


ગંગા હે જીવન દાયિની શિવ સ્વરૂપા હે મા !

શક્તિ સ્વરૂપા હે મા ગંગા ! ભાગીરથી વંદુ તને ... જય જય


ગંગા હે ક્ષેમવતી દેવી, નારાયણી સ્વરૂપા,

શ્રી નારાયણ ચરણે પ્રકટી, ભાગીરથી વંદુ તને ... જય જય


ગંગા મા હે રોગવિનાશીની ! પાપ વિનાશીની હે મા !

સર્વ સંકટને હરનારી, ભાગીરથી વંદુ તને ... જય જય


ગંગા મા હે મોક્ષદાયિની ! મંદાકિની સ્વરૂપા,

મંદ ગતિથી વહેનારી મા, ભાગીરથી વંદુ તને ... જય જય


ગંગા મા હે સ્વર્ગવાસીની ! નંદિની પૃથ્વી સ્વરૂપા,

શિવામૃતા વિરજા નામે મા, ભાગીરથી વંદુ તને ... જય જય


ગંગા મા હે લિંગ-ધારિણી ! મંગલકારક હે મા !

વરદાયિની અધીશ્વરી દેવી, ભાગીરથી વંદુ તને ... જય જય


હે મા ગંગા તારા ચરણે, શ્રી ગુરુદેવ બિરાજ્યા,

ધન્ય બનાવ્યું જીવન જેનું, ભાગીરથી વંદુ તને ... જય જય


હે મા ગંગા ! પાવન કરજો, યોગેશ્વર સ્વરૂપા,

પૂર્ણ રૂપે મા પ્રકટો આજે, દિવ્ય સ્વરૂપે સમાવો ... જય જય


હે મા ! ગંગા દર્શન દીધાં, કૃપા કરીને પ્રેમે,

ફરી ફરી એ દર્શન દઇ દો, વિનંતી આજ સુણી લો. ... જય જય


હે મા ગંગા ! ધન્ય બનાવો, પૂર્ણ બનાવો પ્રેમે,

દર્શનનું દો દાન હવે તો, પૂર્ણ પણે અપનાવો ... જય જય


હે મા ગંગા ! તારા ચરણે, પ્રણામ કરું છું પ્રેમે,

નમસ્કાર કરું તારા ચરણે, દંડવત્ કરું હે મા ! ... જય જય